વાંકાનેરના માર્કેટ ચોકમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

- text


આધાર કાર્ડ માટે લાંબી લાઈનો લાગી : તલાટી પોતાનો સ્ટેમ્પ કચેરીએ ભૂલી આવતા થોડી વાર માટે વાતાવરણ ગરમાયુ

વાંકાનેર : રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલમાં ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાય છે. આ ચોથા તબક્કાના આયોજનમાં આજે વાંકાનેર શહેરના પ્રજાજનોની સુવિધા માટે મણીકણી મંદિર પાસે તાલુકા શાળા નંબર ત્રણમાં સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌથી વધુ લોકો આધાર કાર્ડ કઢાવવા આવેલ હોય આ આધાર કાર્ડની કામગીરીમાં લાંબી લાઈનો જોવા મળી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર મામલતદાર ઓફિસે આધાર કાર્ડ કઢાવવા માટે અંદાજીત ૧ મહિનાનું વેઈટિંગ હોય લોકો સેવાસેતુમાં આ લાભ લેવા આવેલ હતા. સેવાસેતુના આ કાર્યક્રમમાં સીટી તલાટી પોતાના રબર સ્ટેમ્પ સાથે લાવેલ ન હોય અસુવિધા ઊભી થઈ હતી અને સ્ટેમ્પ લગાવવા લાભાર્થીને આવતીકાલે મામલતદાર ઓફિસે આવવાનું જણાવેલ ત્યારે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.પરંતુ પૂર્વ નગરપતિ જીતુ સોમાણી દ્વારા મધ્યસ્થી કરી તાત્કાલિક પગલાં ભરાવતા પ્રજાના કામોને વેગ મળ્યો હતો.

આ ઉપરાંત લોકોને આધાર કાર્ડ કઢાવવામાં તકલીફોનો સામનો કરવો પડતો હોય ટૂંક સમયમાં વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે આધારકાર્ડ કીટ કાર્યરત કરવા પ્રયાસો કરેલ છે. ટૂંક સમયમાં આધારકાર્ડની કામગીરી નગરપાલિકા કચેરીએ ચાલુ કરવામાં આવ્યા બાદ લોકોને મામલતદાર ઓફિસના ધક્કા ખાવામાં રાહત મળશે.

- text