મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓનો ચક્કાજામ

- text


એસટી બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓ વિફર્યા : જેતપર, અણિયારી, ખાખરેચી, ઘાટીલા, વેજલપર સહિતના ગામોના વિદ્યાર્થીઓ દ્વારા નવા બસસ્ટેન્ડે આંદોલન દસ રૂટની બસોના પૈડાં થંભાવી દેવાયા

મોરબી : મોરબી જિલ્લાના ગ્રામ્ય રૂટ પર એસટી બસ રામભરોસે ચાલતી હોવાથી આજે વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને નવા બસસ્ટેન્ડ ખાતે ૧૦ જેટલી બસોના પૈડાં થંભાવી દઈ ચક્કાજામ સર્જતાં એસટી તંત્રને દોડધામ થઈ પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા થોડા સમયથી ધણીધોરી વગરના બની ગયેલ મોરબી એસટી ડેપોમાં શહેરી અને ગ્રામ્ય રૂટની બસો સમયસર આવન જાવન કરતી ન હોવાથી ખાસ કરીને વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને પરીક્ષા સમય નજીક છે તેવા સમયે જ અભ્યાસ બગડી રહ્યો છે.

- text

દરમિયાન મોરબી ઘાટીલા અને મોરબી આંદરણા સહિતના અનેક રૂટ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી ઘાટીલા ગામના સરપંચ સી.એલ.વિડજા અને જિલ્લા પંચાયતના સદસ્યા સરોજબેન વિડજા દ્વારા આ પ્રશ્ને સાંસદ સભ્ય, એસ.ટી.ના વિભાગીય વડાને અનેક રજુઆત કરવા છતાં બંધ થયેલા રૂટ શરૂ ન કરાતા આજે વિદ્યાર્થીઓ દ્વારા આક્રમક રૂખ અપનાવ્યો હતો.

દરમિયાન આજે રોષે ભરાયેલા જેતપર, અણિયારી, ખાખરેચી, ઘાટીલા, વેજલપર સહિતના ગામોના વિદ્યાર્થીઓ દ્વારા નવા બસસ્ટેન્ડના બન્ને દરવાજે અડીંગો જમાવી દેતા અલગ – અલગ પંદરથી વધુ બસોના પૈડાં થંભાવી દેવામાં આવતા કલાકો સુધી મુસાફરો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.

- text