નવતર વિરોધ : જળચર જીવ બચાવવા ડેમમાં પાણીના લોટા ઠાલવતા ખેડૂતો, જુઓ વિડિઓ

- text


આજે સાતમા દિવસે સિંચાઈ માટે ચાલતા આંદોલનનો અંત : હવે ખેડૂતો ગામે – ગામ આંદોલન ચલાવશે

મોરબી : મોરબીની ડેમી સિંચાઈ યોજને સૌની યોજના થકી ભરવાની માંગ સાથે છેલ્લા છ દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડુતો દ્વારા આજે આંદોલનના અંતિમ અને સાતમા દિવસે બાળાઓના હાથે પાણીના લોટા ઠાલવાવી ડેમના ખાબોચિયામાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહેલા જળચર જીવોને બચાવવાનો કાર્યક્રમ આપ્યો હતો.

છેલ્લા છ – છ દિવસથી મોરબી જિલ્લાના ડેમી – ૧ , ૨ અને ૩ સિંચાઈ યોજના હેઠળ આવતા જલાશયોમાં સૌની યોજના હેઠળ નર્મદાના નિરથી ભરી દેવાની માંગ સાથે ડેમી યોજના હેઠળ આવતા ૨૦ ગામના ખેડૂતો દ્વારા ગુજરાત ખેડૂત સંગઠનના નેજા હેઠળ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, સરકાર સામે આંદોલન કરતા ખેડૂતોની માંગણી પ્રત્યે સાત દિવસ બાદ પણ હકારાત્મક પ્રતિભાવ ન મળતાં આજે ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરવાની સતાવાર જાહેરાત કરી હવે આ આંદોલનને ગામે ગામ લઈ જવા દરરોજ એક એક ગામમાં વિરોધ પ્રદર્શન કરવાનું આજે જાહેર કર્યું હતું.

- text

ગુજરાત ખેડૂત સંગઠન દ્વારા આંદોલનના અંતિમ અને સાતમા દિવસે આજે નાની – નાની બળાઓના હસ્તે પાણીના લોટા ડેમના ખાબોચિયામાં ઠાલવાવી જણાવ્યું હતું કે ડેમના ખાબોચિયાઓમાં હબી જળચર જીવો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે ત્યારે સરકારની આંખ ઉઘડવા આજે લોટા ભરી પાણી ઠાલવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સરકારને સદબુદ્ધિ માટે હવન, ઉપવાસ, ધરણા, રામધૂન, ક્રિકેટના મેદાન સમાં ખાલી ડેમમાં ઘરડા ખેડુતોને ક્રિકેટ રમાડવા, મહાદેવજીને આવેદન આપી અને છેલ્લે પાણીમાં ભાવે વેંચતા લસણ અને માટીથી ડેમને ભરવા પ્રયાસ કરી બહેરી, મૂંગી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યા બાદ હવે ડેમી યોજનાના ૨૦ ગામના ખેડુતો દ્વારા આ આંદોલનને વેગવંતુ બનાવવા દરરોજ અલગ – અલગ ગામોમાં વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોમાં સરકારની નીતિ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવનાર હોવાનું અંતમાં જણાવ્યું હતું.

- text