મોરબીના નગર દરવાજા ચોકમાંથી બાઈકની ઉઠાંતરી

- text


મોરબી : મોરબીના નગર દરવાજા ચોકમાંથી બાઇકની ઉઠાંતરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા અમૃતભાઈ ગંગારામભાઈ અંદોદરિયાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ નગર દરવાજા ચોકમાં ઠાકર ફાસ્ટફૂડ સામે પાર્ક કરેલ તેઓનું જીજે ૧૩ કેકે ૮૦૩૪ નંબરનું હોન્ડા સાઈન કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયો છે. ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text