મોરબી જિલ્લાના મોટાભાગના મહિલા પોલીસ કર્મીઓમાં હિમોગ્લોબીની કમી

- text


જિલ્લા પોલીસ દ્વારા યોજાયો મેડિકલ કેમ્પ : ૮૭ જેટલા મહિલા પોલીસનું નિષ્ણાંત તબીબોએ કર્યું ચેકઅપ

મોરબી : મોરબીમાં આજે જિલ્લા પોલીસ દ્વારા મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો ૮૭ જેટલા મહિલા પોલીસ કર્મીઓનું નિષ્ણાંત તબીબોએ ચેકઅપ કર્યું હતું. જેમાં મોટા ભાગના મહિલા પોલીસ કર્મીઓમાં હિમોગ્લોબીનની કમી હોવાનું સામે આવ્યું હતું.

- text

મોરબી જિલ્લા પોલીસ દ્વારા મહિલા પોલીસ કર્મીઓ માટે આજે ગોકુલ હોસ્પિટલના સૌજન્યથી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ડો. અર્પણા કૈલા, ડો. દિલીપ ગોપાણી અને ડૉ. વિપુલ માલાસણાએ સેવા આપી હતી. આકેમ્પનો ૪ મહિલા પીએસઆઇ સહિત કુલ ૮૭ જેટલા મહિલા પોલીસ કર્મીઓએ લાભ લીધો હતો.

મેડિકલ કેમ્પમાં એસપી ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી, પીઆઇ ચૌધરી સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પમાં મોટા ભાગના મહિલા પોલીસ કર્મીઓમાં હિમોગ્લોબીનની કમી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તબીબોએ આ અંગે વિશેષ માર્ગદર્શન આપી સ્વસ્થ રહેવાના ઉપાયો સૂચવ્યા હતા.

 

- text