માળીયાના મેઘપરમાં ઢોર ચરાવવા મુદ્દે મારામારી

- text


માળીયા : માળીયા તાલુકાના મેઘપર ગામે ખેતરમાં ઢોર ચરાવવા મામલે બે દેવીપૂજક પરિવાર વચ્ચે મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી શૈલેષભાઇ દેવશીભાઇ સોલંકી, ઉવ.૨૩ ધંધો.મજુરી રહે. મેઘપર તા.માળીયા વાળાને કેહા અંણદાભાઇ દેવીપુજક, સિંધા કેહા દેવીપુજક અને પેથા અંણદાભાઇ દેવીપુજક
રહે ત્રણેય મેઘપર ગામ તા.માળીયાવાળાઓએ અગાઉ સાતમના દીવસે ખેતર મા ઢોર ચરેલ તે બાબતે થયેલ બોલાચાલી નો ખાર તેમજ મનદુ:ખ રાખી આરોપી પેથાભાઇ એ લાકડી વતી માર મારેલ હોય અને સિંધાભાઇ અને કેહાભાઇએ મને ઢીકા પાટુ મારેલ મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

આ અંગે ફરિયાદ નોંધાતા માળીયા મિયાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text