વાંકાનેરના રાજસ્થળી નજીક વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસે બાતમીના આધારે રાજસ્થળી ગામ નજીકથી એક શખ્સને વેગનઆર ગાડીમાં દારૂની હેરફેર કરતા રંગે હાથ ઝડપી લઈ ૯૨૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

વાંકાનેર પોલીસે રાજસ્થળી ગામ નજીકથી આરોપી રશીકભાઇ ધીરૂભાઇ ધરજીયા, ઉવ ૩૦ રહે. ગાંગીયાવદર તા. વાંકાનેર વાળાને પાસ પરમીટ કે આધાર વગર પોતાના હવાલા વાળી વેગનાર ફોરવ્હીલ કાર નં જી.જે. ૧૩ એન. ૦૦૩૦ કી રૂ ૮૦,૦૦૦ વાળી માં ભારતીય બનાવટ ની ઇગ્લીશ દારૂ ની બોટલ નંગ ૦૯ રોયલ આર્મસ બીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની કિ રૂ. ૨૭૦૦ તેમજ બોમ્બે સ્પેશ્યલ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ની ઇગ્લીશ ભારતીય બનાવટ ની કાચ ની બોટલ ( ચપલા ) નંગ ૧૦૦ કિ રૂ ૧૦,૦૦૦ ના એમ કુલ મુદામાલ કી રૂ ૯૨,૭૦૦/- સાથે ઝડપી લીધો હતો.

- text

આ અંગે વાંકાનેર પોલીસે વિદેશી દારૂ વેચાણ હેરફેર કરવા મામલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text