હળવદના બ્રાહ્મણી ૧ અને ૨ ડેમને નર્મદાના નીર થી ભરવા કલેકટરને રજુઆત

- text


જુના દેવળીયા ગામના ૨૫૦ થી વધુ ખેડૂતો દ્વારા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદન મોકલાયું

મોરબી : ચાલુ વર્ષે હળવદ તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે ખેડૂતોનો ઉભો મોલ બચાવવા પાણીની તાતી જરૂરિયાત હોવાથી આજે હળવદના દેવળીયા ગામના ૨૫૦ થી વધુ ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી હળવદના બ્રાહ્મણી- ૧ અને ૨ ડેમને નર્મદાના નિરથી ભરવા રજુઆત કરી હતી.

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના ખેડૂત ખાતેદારો દ્વારા જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવી માંગણી ઉઠાવી હતી કે ચાલુ વર્ષ દરમ્યાન મોરબી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં ખુબજ ઓછો વરસાદ થયેલ છે. જેના કારણે ખેડૂતો માંડ વાવણી કરી શક્યા છે.

- text

વધુમાં જે – જે ખેડૂત મિત્રોને પાણીની થોડી ઘણી સગવડ હતી ત્તેમના ઉભા મોલ ઓછા વરસાદના કારણે સુકાઈ રહ્યા છે જેથી અમારા વિસ્તારમાં નર્મદા કેનાલની બે બ્રાન્ચ મોરબી શાખા અને ધ્રાંગધ્રા શાખાની નહેર પસાર થાય છે પરંતુ પંદર દિવસથી આ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં અમોને આ પિયતનો લાભ મળતો નથી કારણ કે હળવદ તાલુકાના બે ડેમો બ્રાહ્મણી -૧ અને બ્રાહ્મણો-ર નર્મદાનાં પાણીથી ભરાય તો જ નીચેના વિસ્તારોના ખેડૂતોને પિયતનો લાભ મળી શકે એમ છે.

જેથી જુના દેવળીયા પંથકના ખેડૂતોએ લેખિત રજુઆત કરી લાગણી અને માગણી ઉઠાવી હતી કે બંને ડેમો નર્મદાનાં પાણીથી ભરવામાં આવે અને સત્વરે આ બાબતે ઘટતું કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

- text