શનિવારે મોરબીમાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાશે

- text


શાળા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનને જિલ્લા કલેકટરના હસ્તે ખુલ્લુ મુકાશે

મોરબી : શ્રીમદ્ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ-મોરબી તથા રામબાઈમા શાળા વિકાસ સંકુલ-માળિયા (મી.) દ્વારા આવતીકાલે તા. ૧૫ ના રોજ અત્રેની દોશી એમ.એસ અને ડાભી એન.આર. હાઈસ્કૂલ ખાતે વિજ્ઞાન ગણિત પ્રદર્શન ૨૦૧૮ -૧૯ નું આયોજન કરાયું છે જેનું જિલ્લા કલેકટરના હસ્તે ઉદઘાટન કરાશે.

જી. સી. ઈ. આર.ટી. ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-રાજકોટ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી દ્વારા આયોજિત શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ-મોરબી તથા રામબાઈમા શાળા વિકાસ સંકુલ-માળિયા (મિ.) ના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન ગણિત પ્રદર્શન ૨૦૧૮-૧૯ મોરબીની દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઇસ્કૂલ-મોરબી મુકામે યોજવામાં આવેલ છે.આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન જિલ્લા કલેકટર આર.જે.માકડીયાના હસ્તે ઉદઘાટન કરી ખુલ્લું મુકાશે.

- text

ઉદઘાટન સમારોહમાં વિદ્યોતેજક મંડળના પ્રમુખ ગોકળદાસભાઈ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. દવે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ડો. પ્રિયવદન કોરાટ, આર્ટ્સ કોલેજ મોરબીના પ્રિન્સિપાલ લખમણભાઈ કંઝારીયા, ઉદ્યોગપતિ હસમુખભાઇ દોશી અને એન. બી. શિસ્વી સહિતના મહાનુભાવો હાજર રહેશે. જેથી બાળકોને પ્રોત્સાહિત કરવા અને બાળકોનો જુસ્સો વધારવા ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લેવા ડૉ. એ. વી. મહેતા અને એસ. એસ. મારવાણીયા ની યાદીમાં જણાવાયું છે.

- text