12 દેશોની ટીમો સામે હરીફાઈ કરી વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ ચેમ્પિયન બન્યા

- text


લખનૌ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ મેકફેરમાં જુનિયર કક્ષામાં કિડ્સલેન્ડ સ્કૂલની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું

વાંકાનેર : વાંકાનેરની કિડ્સ લેન્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીની ટીમ તાજેતરમાં જ લખનૌ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ મેકફેર માં ભાગ લેવા ગઈ હતી. તેઓએ આ મેકફેરમાં આવેલી વિદેશની 12 ટીમો સાથે હરીફાઈ કરી ને જુનિયર વિભાગમાં ચેમ્પિયન ટ્રોફી મેળવી છે.આવા ઇન્ટરનેશનલ મેકફેરમાં ભાગ લેવાની વાંકાનેરમાં પહેલ કિડઝલેન્ડ સ્કૂલે કરી છે. આ સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ લખનૌ જઈને આ ફેરમાં વિદેશના વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ કરી ને પ્રથમ નંબર મેળવી સમગ્ર વાંકાનેર નું ગૌરવ વધારેલ છે.જ્યારે આ ટીમ વાંકાનેર આવી પહોંચી ત્યારે વાંકાનેર ના અગ્રણીઓ, અધિકારીઓ તેમજ કિડઝલેન્ડ સ્કૂલનો સ્ટાફ અને પત્રકારો આ મોટી સફળતા મેળવીને આવેલા નાના નાના વિદ્યાર્થીઓને આવકાર્યા હતા, સ્વાગત કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલ એ વિદ્યાર્થીઓને માત્ર ગોખાવીને વધુ માર્ક્સ લાવવા માટેનું શિક્ષણ નથી આપતી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મેથ્સ, સાયન્સ અને ટેકનોલોજીમાં રુચિ વધે તે માટે મોડેલ્સ દ્વારા પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને જુદા જુદા ફેર અને હરિફાઇઓમાં ભાગ લેવડાવીને માત્ર રાજ્ય કક્ષાએ જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં ઊભા રાખે છે. આ સ્કૂલે તાજેતરમાં જ રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞોના સેમિનારોનું આયોજન કરીને પોતાના વિદ્યાર્થીઓને તેમજ વાંકાનેરના જાગૃતા લોકોને સારુ અને વધુમાં વધુ નોલેજ મળે તેવા પ્રયત્નો કરતી આવી છે કિડઝલેન્ડ સ્કૂલ ટૂંકા ગાળામાં જ વાંકાનેરમાં ખૂબ સારૂ શિક્ષણ અને સંસ્કાર આપતી સ્કૂલ તરીકે ઉભરી આવી છે.

 

- text