મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ રક્તદાન કર્યું 

- text


જિલ્લા પોલીસ આયોજિત જીપીએસસી વર્ગના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી સંસ્કાર ઇમેજિંગ સેન્ટરનું ઋણ ચૂકવ્યું

મોરબી : મોરબીમાં જિલ્લા પોલીસ દ્વારા જીપીએસસીની તૈયારીના વર્ગ ચાલી રહ્યા છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ પણ રક્તદાન કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

- text

જીપીએસસી કલાસ ૧ અને ૨ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્કાર ઇમેજિંગ સેન્ટર દ્વારા વિનામૂલ્યે હોલ આપવામાં આવ્યો હતો. જેથી તેઓનું ઋણ ચૂકવવા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું. ઉપરાંત જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા સહિતના અધિકારીઓએ પણ રક્તદાન કર્યું હતું.

- text