દુષ્કર્મ મામલે શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ આઈ.ટી.એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો

- text


 

જિલ્લા પોલીસવડા દ્વારા પત્રકાર પરિષદમાં વિગતો અપાઈ

મોરબી : મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ દુષ્કર્મ કેસમાં આજે જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી અને આરોપી વિજયભાઈ સરડવા વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો હોવાનું જાહેર કર્યું હતું.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ કેસની વિગતો જાહેર કરતા જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આરોપી વિજય કેશવજીભાઈ સરડવા, રહે. મોરબી રવાપર રોડ બોની પાર્ક. ધરતી ટાવર વાળો તત્કાલીન સમયે પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ હતો ત્યારે આ કામના ફરિયાદી શિક્ષક હોય અને સને ૨૦૧૬ માં સનાળા મોરબી પાટીદાર સમાજ વાડી ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોની ચિંતન શીબીરમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ ત્યારે આરોપીએ તેની સાથે પરીચય કેળવેલ અને તે પછી વારંવાર સંપર્ક ચાલુ રાખી પોતે વિશ્વાસ કેળવી પોતે તેની સાથે લગ્ન કરવા માગે છે તેવી ખાતરી આપેલ અને રાજકોટ માધાપર ચોક્ડી નજીક ફ્લેટ ભાડે રાખી અવાર નવાર તે ફ્લેટમાં બોલાવી અને શારીરિક સબંધો બાંધેલ હતા.

- text

વધુમાં આરોપી પરણિત હોવાની ખબર પડતાં શિક્ષિકાએ લગ્નનું કહેતા આરોપીએ તેની શિક્ષિકા પત્નીને છુંટા છેડા આપી ભોગ બનનાર સાથે લગ્ન કરશે તેવી ખાત્રી આપેલ પરંતુ લાંબા સમય સુધી પોતાની પોતાની પત્ની સાથે છુંટાછેડા થયાના કોઇ પ્રમાણ ભોગ બનનારને આપેલ નહિ જેના કારણે ભોગ બનનારે આરોપી સાથે સબંધ બંધ કરી નાખેલ તે દરમ્યાન ભોગ બનનારની સગાઇ અન્ય જગ્યાએ થયેલ અને લગ્ન કરવાની તૈયારી હતી ત્યારે પણ આરોપીએ બિભિત્સ ફોટા વિડીયો મોકલી સગાઈ તોડાવી નાખેલ હતી.

આ મામલે અગાઉ ભોગ બનનાર શિક્ષિકાએ રાજકોટ ખાતે પોલીસમાં અરજી કરતાં આરોપીએ પોતે હવે પછી આવું નહિ કરે અને તમામ બાબતો પોતે સ્વીકારી સોગંદનામું કરી આપેલ હતું તેમ છતાં પજવણી ચાલુ રાખતા અંતે આ શિક્ષિકાએ મોરબી ફરિયાદ નોંધાવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જાહેર કર્યું હતું.

 

- text