ટંકારા હાઇવે પર હિટ એન્ડ રન : અજાણી મહિલાનું મોત

- text


ટંકારા : રાજકોટ ટંકારા હાઇવે પર હરબટીયાળી ગામ નજીક યુટીલિટીના ચાલકે અજાણી મહિલાને હડફેટ લઈ મોત નિપજાવી નાસી છૂટતા હિટ એન્ડ રનના આ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ટંકારા રાજકોટ હાઇવે પર હરબટીયાળી ગામ નજીક ચાલીને જઇ રહેલ મહિલાને યુટીલિટીના ચાલકે હડફેટ લઈ મોત નિપજાવતા આ મામલે જયપ્રકાશભાઇ જશમતભાઇ સંઘાણી, ઉવ.૩૪ ધંધો-ખેતી રહે.હરબટીયાળી તા.ટંકારા જી.મોરબી વાળાએ મહીન્દ્રા યુટીલીટી નંબર જીજે-૩૬ ટી-૩૧૬૮ વાળીનો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

- text