20 થી વધુ ગામના ખેડૂતોના હિતમાં ડેમી નદીમાં પાણી છોડવા માંગ

- text


ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સૌની યોજનાનો લાભ આપવા કરી માંગ

મોરબી : ઓણ સાલ વરસાદ ખેંચતા ખેડૂતોના ઉભા મોલ સુકાઈ રહ્યા છે અને પીવાના પાણીની પણ ખેંચ ઉભી થઇ છે ત્યારે મોરબી તાલુકાના ખાનપર ગામના સરપંચ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી 20 ગામોના હિતમાં ડેમી નદીમાં પાણી છોડવા માંગ ઉઠાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ગુજરાત કિશાન સંગઠન તથા સરપંચો ની આગેવાનીમાં 20  ગામોના ખેડૂતો અને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ડેમી નદી તથા ડેમી – ૧, ડેમી -૨ અને ડેમી – ૩ યોજના હેઠળના જળાશયોમાંસૌની યીજનાના પાણી ઠાલવવા માંગ ઉઠાવી હતી.

- text

રજુઆતમાં જણાવ્યા મુજબ ડેમી યોજનામાં 850 mcft પાણી ઠાલવવામાં આવેતો લજાઈ, ધ્રુવનગર, નસીત્તપર, રાજપર, ઉમીયાનગર, ચાચાપર, ખાન૫૨,નેસડા રામપર, મહેન્દ્રપુર, ગજડી, રાયગઢ, કૃષ્ણનગર, કાષા-કોયલી, ઘુળકોટ, આમરણ અને બેલા સહિતના ગામોને ખેતીવાડી માટે સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની સુવિધા મળી શકે તેમ છે.

વધુમાં આ મામલે ખાનપરના સરપંચ ખંતિલભાઈ ભીમાણી દ્વારા સિંચાઈ વિભાગને પણ રજુઆત કરવામાં આવી હોવાનું આવેદન પત્રમાં જણાવી 20 ગામોના હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ ડેમી નદી તથા તમામ ડેમી જળાશયો પાણીથી ભરવા માંગ ઉઠાવી હતી.

- text