વાંકાનેરમા સરકારી જમીન વેચવાનું કૌભાંડ : મહિલા સરપંચ, પતિ અને નિવૃત તલાટી વિરુદ્ધ ફોજદારી

- text


દલા તરવાડીની વાર્તા જેવી ઘટનામાં સરકારી ખરાબામાં પ્લોટ પાડી વેચવાનું શરૂ કરતાં ભાંડો ફૂટ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામે દલા તરવાડીની વાર્તાની જેમ મહિલા સરપંચ, તેણીના પતિ અને નિવૃત તલાટીએ મિલાપીપણું આચરી સરકારી ખરાબાની જમીનમાં પ્લોટિંગ પાડી ગરીબોને છેતરવાનું કૌભાંડ આચરતા આ મામલે વાંકાનેર મામલતદારે ત્રણેય વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામે જમીન કૌભાંડ આચરી સરકારી જમીન હડપ કરવા પ્રયાસ કરાતા મામલતદાર વિજયયકુમાર ચેહાભાઇ ચાવડાએ લાલપર ગામના સરપંચ નઝમાબેન સાજીદભાઇ બ્લોચ તેમના પતિ સાજીદભાઇ અજીજભાઇ બ્લોચ ઉ.વ ૪૭ ધંધો મચ્છી રે.લાલપર તા.વાંકાનેર તથા લાલપર ગ્રામ પંચાતમાં હંગામી ક્લાર્ક તરીકે નોકરી કરતા અબ્દુલભાઇ વલીમામદભાઇ જુણેજા, ઉ.વ ૬૪ ધંધો નિવૃત તલાટી રે.વાંકીયા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૪૬૫, ૪૬૭,૪૬૮,૪૭૧, ૧૨૦બી,૪૦૬,૪૨૦ ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી મહિલા સરપંચના પતિ અને નિવૃત તલાટીની ધરપકડ કરી હતી.

- text

વધુમા લાલપર ગામે આચરવામાં આવેલા આ જમીન કૌભાંડમાં નઝમાંબેન લાલપર ગ્રામપંચાયતના મહિલા સરપંચ હોય ગ્રામપંચાયતનો તમામ વહીવટ તેઓના વતી તેઓના પતી આરોપી નં.૨ એટલે કે સાજીદભાઈ કરતા હતા તથા આ કામના આરોપી નં.૩ અબ્દુલભાઇ નીવૃત તલાટી કમ મંત્રી હોય તેઓને ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી વેરા વસુલાત કર્લાક તરીકે રાખેલ હોય આ કામના ત્રણેય આરોપીઓએ પુર્વ-યોજીત કાવતરૂ રચી લાલપર ગામના સરકારી સર્વે નં.૧૩૭ પૈકી-૧ ની આશરે દોઢ થી બે એકર જમીન જે.સી.બી. થી સમથળ કરી સદરહુ જમીન સરકારની માલિકીની હોવાનુ જાણવા છતા આર્થીક લાભ મેળવવાના આશય થી આ કામના સાહેદોને પ્લોટની ફાળવણી કરી પ્લોટ આપવાનુ વચન વિશ્વાશ આપી પંચાયતના નમુના-૮ આકારણી રજી.માં સમાવેશ થતો ન હોવા છતા કે સવાલ વાળી જગ્યાએ કોઇ મકાન બાંધકામ ન હોવાનુ જાણવા છતા ખોટી વેરા પહોચ તથા વીજ જોડાણ મળવાના દાખલા લખી આપી ઠગાઇ કરવા ના ઇરાદે ખોટુ રેકર્ડ ઉભુ કરી તેનુ ખરા તરીકે ઉપયોગ કરી સરકાર શ્રી ની કિંમતી જમીન પચાવી પાડવાનુ કાવતરૂ કરી ગુન્હો આચર્યો હતો.

આ મામલે હાલ મામલતદાર વાંકાનેરની ફરિયાદના આધારે પીઆઇ બી.ટી.વાઢીયા વાકનેર સીટી પોલીસ મથક દ્વારા આરોપીઓને ઝડપી લઈ તપાસનો ધમધમાટ શરૂ કરતાં ચકચાર જાગી છે.

- text