મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા ૨૪ કલાકના ઉપવાસ શરુ કરાયા

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો ખેડૂતોના પ્રશ્ને તેમજ હાર્દિક પટેલના સમર્થનમાં આજ શુક્રવારથી આશાપુરા ટાવરની બાજુમાં ૨૪ કલાકના ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં મોરબી જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો અને જિલ્લાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુતોના દેવા માફ કરવાની તેમજ લોકસાહીનુ સ્થાપન કરવાની માંગ સાથે અને હાર્દિક પટેલના ઉપવાસ અને માગણીના સમર્થનમા ૨૪ કલાકના પ્રતિક ઉપવાસ શરુ કર્યા છે. આશાપુરા ટાવરની બાજુમા,સુપર માર્કેટ સામે શનાળા રોડ, મોરબી ખાતે આ ઉપવાસ તા.૭ને શુક્રવારે સવારે ૧૦:૦૦ કલાક થી તા.૮ને સવારે ૧૦:૦૦ કલાક સુધી કરવામાં આવશે.

- text

ખેડૂતોના દેવા માફ કરવાની અને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે આજે જિલ્લા કોંગ્રેસ પ્રેરિત 24 કલાકના ઉપવાસ આંદોલનમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને જિલ્લા પંચાયત ના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના આગેવાનોએ ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસી છાવણીમાં ભાજપ સરકાર વિરુદ્ધ નારાઓ લગાવી તેમજ રામધૂન બોલાવી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે સાથે સાથે ખેડૂતો ના દેવા માફ કરવાની અને હાર્દિક પટેલને ખુલ્લું સમર્થન હોવાની પણ વાત કરી હતી. જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી અવનવા કાર્યક્રમો કરી સરકારનો વિરોધ કરવામાં આવશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.

 

- text