મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાલે શુક્રવારથી ૨૪ કલાકના ઉપવાસ કરશે

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો ખેડૂતોના પ્રશ્ને તેમજ હાર્દિક પટેલના સમર્થનમાં આવતીકાલે શુક્રવારથી આશાપુરા ટાવરની બાજુમાં ૨૪ કલાકના ઉપવાસ શરૂ કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુતોના દેવા માફ કરવાની તેમજ લોકસાહીનુ સ્થાપન કરવાની માંગ સાથે અને હાર્દિક પટેલના ઉપવાસ અને માગણીના સમર્થનમા ૨૪ કલાકના પ્રતિક ઉપવાસ તા.૭ને સવારે ૧૦:૦૦ કલાક થી તા.૮ને સવારે ૧૦:૦૦ કલાક સુધી કરશે. આ ઉપવાસ આશાપુરા ટાવરની બાજુમા,સુપર માર્કેટ સામે શનાળા રોડ, મોરબી ખાતે કરાશે.