લજાઈમાં કાર્યકરના 24 કલાકના ઉપવાસ : કેરાળા(હરીપર)માં રામધૂન બોલાવાઇ

- text


હાર્દિક પટેલના આંદોલન અંગે જિલ્લા કલેકટરને રજુઆત કર્યા બાદ કોઈ પ્રત્યુતર ન મળતા સમાજિક કાર્યકરે ચીમકી મુજબ આંદોલન શરૂ કર્યું

ટંકારા : ટંકારાના લજાઈ ગામના સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજાએ જિલ્લા કલેકટરને રજુઆત કર્યા બાદ કોઈ પ્રત્યુત્તર ન મળતા તેઓએ ચીમકી મુજબ પાસ કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં તેમના નિવાસ સ્થાને ૨૪ કલાકના ઉપાવસ શરૂ કર્યા છે. જયારે મોરબીના કેરાળા(હરીપર)માં આજે સાંજે ગ્રામજનોએ હાર્દિકના સમર્થનમાં રામધૂન બોલાવી હતી.ટંકારાના લજાઈ ગામના સામાજિક કાર્યકર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાઅે જો સરકાર હાર્દિકને સરકાર ૨૪ કલાકમા પારણા નહી કરાવે તો હાર્દિક પટેલના સમર્થનમાં પોતે ચોવિસ કલાકના ઉપવાસ પર ઉતરશે તેવી ચીમકી જિલ્લા કલેકટરને રજુઆતમાં આપી હતી. તેમ છતાં ગૌતમભાઈ વામજાને કલેકટર તરફથી કોઈ આ બાબતે લેખિત અરજીનો પ્રત્યુચર ન મળતા અંતે સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજા ચોવિસ કલાકના પ્રતિક ઉપવાસ પર તેમના નિવાસ્થાને શરૂ કર્યા છે. હાલ આજુબાજુના ગામડાના પાસ આગેવાનો તેમજ ખેડુતો તેમની ખબર અંતર પુછવા આવી રહ્યા છે. સાથે રામધુન બોલાવીને સરકારનો વિરોધ કરી રહ્યા છે.

- text

જયારે મોરબી જિલ્લાના અનેક ગામોમાં પાટીદારો હાર્દિકના સમર્થનમાં અને સરકારના વિરોધમાં પ્રતીક ઉપવસ અને રામધૂન કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આજે સાંજે કેરાળા(હરીપર) ગામમાં ગ્રામજનોએ હાર્દિકના સમર્થનમાં રામધૂન બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.

 

- text