હળવદ : મેળામાં માનવ મહેરામણ હિલોળે ચડ્યું

- text


હળવદ : શહેરમાં આવેલ ભવાની ભુતેશ્વર મંદિર ખાતે ચાર દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન દર વર્ષની માફક આ વર્ષે પણ પાલીકા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે મેળાને ખુલ્લો મુકાયા બાદ આજે મેળાના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમના દિવસે લોક મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું છે. ત્યારે મેળામાં રહેલ વિવિધ રાઈડ્‌સમાં પણ લોકોનો ભારે ધસારો જાવા મળી રહ્યો છે. સાથે જ મેળામાં આવેલ વિવિધ સ્ટોલ સંચાલકોને મેળામાં ભારે ભીડ જામતા કમાણીમાં બખ્ખા બોલી ગયા છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હળવદ પંથકમાં વિવિધ લોકમેળાનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે શહેરના ભવાનીનગર વિસ્તારમાં આવેલા પૌરાણિક શ્રી ભવાની ભુતેશ્વર મંદીરના પટાગણમાં હળવદ પાલીકા દ્વારા દર વર્ષે સાતમ, આઠમ, નોમ અને દશમ એમ ચાર દિવસીય લોક મેળો યોજાતો હોય છે ત્યારે આ વર્ષે પણ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે મેળાના બીજા દિવસે હૈયે હૈયું દયાળ એટલું માનવ મહેરામણ મેળો મ્હાલવા ઉમટી પડયા છે. સાથે જ મેળામાં રહેલ વિવિધ રાઈડ્‌સ, સ્ટોલ, ખાણી-પાણીના ધંધાર્થીઓને કમાણીમાં તડાકો બોલી ગયો છે.

- text

ચાર દિવસીય ચાલનાર આ લોકમેળામાં આજે ભારે ભીડ જામી હતી તેમજ ખાસ કરીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોનો ધસારો જાવા મળ્યો હતો તો સાથોસાથ હળવદ પોલીસ દ્વારા મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે પોલીસ ચોકી સાથે બંદોબસ્ત ગોઠવી દેવાયું છે.

- text