વાંકાનેરના તરકિયા ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

- text


પોલીસે ૨૦૦ લીટર દેશી દારૂ અને ૨૦૦ લીટર આથો ઝડપી પાડ્યો

વાંકાનેર : વાંકાનેરના તરકિયા ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી ૨૦૦ લીટર દેશી દારૂ અને ૨૦૦ લીટર આથો ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે તરકિયા ગામની સીમમાં હજારીયા તળાવ પાસે ખરાબામાં ચાલતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ૨૦૦ લીટર દેશી દારૂ અને ૨૦૦ લીટર આથો ઝડપી આ કામના આરોપી સાગર પ્રેમજી મેર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text