મોરબી : ફ્લેટમાં જુગાર રમતા છ શખસોને ૫૦૮૦૦ની રકમ સાથે ઝડપી લેવાયા

- text


મોરબી : મોરબીના ત્રાજપર રોડ પર આવેલા વૃંદાવન ફ્લેટમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રૂ.૫૦૮૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી – ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે ત્રાજપર રોડ ઉપર આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમી રહેલા (૧) રવિભાઇ દિનેશભાઇ ગુંદીગરા (ર) આનંદભાઇ ખીમજીભાઇ ધોડાસરા (૩) નિશાંતભાઇ સુરેશભાઇ દોશી (૪) દિલીપભાઇ કાનજીભાઇ ભાડજા (૫) અલ્પેશભાઇ મનસુખભાઇ ધેટીયા અને (૬) હર્ષદભાઇ કિશોરભાઇ ચાવડા ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા રૂ. ૫૦૮૦૦ ની સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હતી.

- text

દરોડાની આ સફળ કામગીરી પો.સબ. ઇન્સ. એ.બી.જાડેજા, પો.હેડ.કોન્સ. પી.એમ.૫૨માર, જયદેવસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચાવડા, પો.કોન્સ.અંબાપ્રતા૫સિંહ જાડેજા, ભાનુભાઇ બાલાસરા, અર્જુનસિંહ ઝાલા, રાજેશભાઇ ડાંગર તથા મહાવિરસિંહ પરમાર વિગેરેએ કરી હતી.

- text