વાંકાનેરમાં લૂંટના ઇરાદે વૃધ્ધા પર છરીથી હુમલો કરનાર શખ્સ ઝડપાયો

- text


એલસીબી અને વાંકાનેર પોલીસની ટીમે શખ્સને માળીયા ફાટક પાસેથી દબોચ્યો : શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું ખુલ્યુ

મોરબી : વાંકાનેરમાં વૃધ્ધા પર છરીથી હુમલો કરી લૂંટ ચલાવવાના કેસનો ભેદ વાંકાનેર પોલીસે અને એલસીબીની ટીમે ઉકેલ્યો છે. આ કામના આરોપીને પોલીસે મોરબીની માળીયા ફાટક પાસેથી દબોચી લીધો છે. આ શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના પ્રતાપ ચોકમાં આવેલ બ્રાહ્મણ શેરીમાં રહેતા જશુબા નવલસિંહ જાડેજા નામના વૃધ્ધાના મકાનમાં એક શખ્સ ચોરી કરવાના ઇરાદે પ્રવેશયો હતો. ત્યારે વૃધ્ધા જાગી જતા આ શખ્સે તેમના પર છરી વડે હુમલો કરીને લૂંટ ચલાવી હતી. આ અંગે વૃધ્ધાએ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

- text

વાંકાનેર પોલીસ અને એલસીબીએ સયુંકત રીતે કામગીરી કરીને આ કેસનો ભેદ ઉકેલ્યો છે. આ કામના આરોપી લક્કીરાજસિંહ ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભા ગોહિલ રહે. વાવ, તા. સિંહોર, જી. ભાવનગર વાળાને પોલીસે આજે મોરબીની માળીયા ફાટક પાસેથી ઝડપી પાડ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ અગાઉ ભાવનગર બી ડિવિઝનમાં બાઈક ચોરી તેમજ સિંહોર, સોનગઢ, થાનગઢ, વાંકાનેર વિસ્તારમાં બાઈક ચોરી અને વલસાડમાં દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

- text