વાંકાનેરના ચંદ્રપુર ગામે સેવા સેતુ કાર્યક્રમના ચોથા તબક્કાનો પ્રારંભ

- text


વાંકાનેર : સેવા સેતુ કાર્યક્રમના ચોથા તબક્કાનો વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની ભાટીયા સોસાયટી વિસ્તારની પ્રાથમિક શાળાના પટાંગણમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

- text

ગુજરાત સરકારના સેવાસેતુ કાર્યક્રમના ચોથા તબક્કાનો આજથી શુભારંભ થયેલ છે.જેના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચંદ્રપુરગામના ભાટીયા સોસાયટી વિસ્તારની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વાંકાનેરના પ્રાંત અધિકારી જીજ્ઞાબેન ગઢવીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં તથા મામલતદાર વી. સી. ચાવડા અને ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ડાયરેક્ટર સુરેશભાઈ પ્રજાપતિ તથા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરાની ઉપસ્થિતિમાં શુભારંભ થયો.જેનો લાભ કલ્સ્ટરના ચંદ્રપુર, ધરમનગર, રાજાવડલા, ગામના લોકો પોતાના સરકારી કચેરીઓના કામોનો લાભ આખો દિવસ લઈ શકશે.

- text