મોરબીના શનાળા રોડ પર વાનર પરિવારના આંટાફેરાથી લોકોમાં કુતુહલ

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી શક્તિ પ્લોટમાં આજે વાનર પરિવાર દ્વારા આંટાફેરા કરવામાં આવતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયુ છે. શહેરમાં જવલ્લેજ જોવા મળતા વાનરોને નજર સમક્ષ જોઈને બાળકો તો ગેલમાં આવી ગયા હતા.

- text

મોરબીના શનાળા રોડ પર વોડાફોન સ્ટોરની સામે આવેલા શક્તિ પ્લોટ 4 સોસાયટીમાં આજે અચાનક ક્યાંકથી વાનર પરિવાર આવી પહોંચ્યો હતો. સામાન્ય રીતે શહેરી વિસ્તાર વાનરોને અનુકૂળ આવતો નથી. પરંતુ ક્યાંકથી ભુલા પડીને મોરબી શહેરમાં આવેલા વાનર પરિવારે લોકોમાં કુતુહલ સર્જ્યું હતું. આ વિસ્તારમાં વાનરોને નજર સમક્ષ જોઈને બાળકો તો ગેલમાં આવી ગયા હતા.

- text