મોરબીમાં ઇદુલ અદહાની ઉજવણી : ઝુલુસ યોજી નમાજ અદા કરાઈ

- text


પીઆઇ ચૌધરીનું ફુલહારથી બહુમાન કરાયું

મોરબી : મોરબી શહેરમાં આજે બલિદાનની ભાવના પ્રકટ કરતા ઇદુલ અદહાના પ્રસંગે જુના બસસ્ટેન્ડ ખાતે ઇદગાહ ખાતે સવારે હજારો મુસ્લિમ બિરાદરોએ એકત્ર થઇ ઇદની નમાઝ પઢી ખાસ દૂઆઓ કરી હતી.

મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ એટલે કે પરંપરાગત ‘ઇદુલ અદહા’ની ઉજવણી કરવામાં આવી હતી. જો કે દર વર્ષે ઇદુલ અદહાની ઉજવણી ત્રણ દિ’ સુધી થતી હોય છે. ઈસ્લામી પંચાગના ૧૨મા મહિના જીલ હજ્જની ૧૦મી તારીખે આ ઈદની ઉજવણી ઈસ્લામ ધર્મના મહાન પૈગમ્બર અને ધર્મપિતા હઝરત ઈબ્રાહીમ અને તેઓના સુપુત્ર પૈગમ્બર હઝરત ઈસ્માઈલની સ્મૃતિમા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છે.

- text

મોરબીના મુસ્લિમ બિરાદરોએ ભાવભેર ઇદની ઉજવણી કરી હતી. જેમાં ધર્મગુરુ હાજી અબ્દુલ રશીદ બાપુ, હાજી સીદીક બાપુએ મુસ્લિમ બિરાદરોને નમાઝ પઢાવી હતી. બાદમાં તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળેમળી ઇદની મુબારકબાદી પાઠવી હતી. આ ઉપરાંત નહેરુ ગેટ પાસે પોલીસ ઇન્સ્પેકટર ચૌધરીનું ફુલહારથી બહુમાન કર્યું હતું. 

 

- text