મોરબીના શખ્સોને ગાંજો સપ્લાય કરનાર રાજકોટની મહિલા ઝડપાઇ

- text


મોરબી : મોરબી એસઓજી ટીમે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્શોને ઝડપી લઈને સાડા નવ કિલો ગાંજો અને રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત કર્યા બાદ આ ગાંજો સપ્લાય કરનાર રાજકોટની મહિલાને ઝડપી લેવામાં આવી છે અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોરબીના શનાળા રોડ પરના રામચોક નજીક રીક્ષા નં જીજે ૦૩ એયુ ૬૮૦ પસાર થતા તેણે આંતરી ચેક કરતા રીક્ષામાંથી ૯ કિલો ૫૬૮ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા આરોપી હાજી ગનીભાઈ ભટ્ટી અને હિતેશ પીતાંબર મારવાડી એમ બે ઇસમોને રૂપિયા ૫૭,૪૦૦ના ગાંજો અને બે મોબાઈલ કિંમત રૂપિયા ૧૦૦૦ હજાર તથા રીક્ષા કિંમત રૂપિયા ૨૫૦૦૦ અને રોકડ રૂપિયા ૨૬૦ સહિત કુલ મળી ૮૩,૬૬૮ નો મુદમાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો નોંધી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

વધુમાં એ- ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરી , મહેન્દ્રસિંહ ઝાલા અને ફતેસિંહ સહિતની ટીમે ગાંજા પ્રકરણમાં મહમદ બચુ ગાલમ તેમજ રાજકોટ રહેતી અને મોરબી પોતાના ભાઈના ઘરે આવેલી રસીદાબેન ઉર્ફે રોશનબેન અમીનભાઈ સંધીને ઝડપી લઈ રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાંથી ઝડયાયેલ ગાંજો આ મહિલાએ સપ્લાય કર્યાનું ખુલ્યું છે જેથી આ જથ્થો તેની પાસેથી ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી આ જથ્થો વેચાણ કરતી હતી તે સહિતની બાબતો જાણવા પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

 

- text