મોરબી : માનવ કલ્યાણ મંડળ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પનો સેંકડો દર્દીઓએ લીધો લાભ

- text


વિનામૂલ્યે નિદાન સાથે દવા પણ અપાઈ : રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે આપી સેવા

મોરબી : માનવ કલ્યાણ મંડળ – ગુજરાત દ્વારા આજે મોરબી માં આજે ફ્રી મેગા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન સ્વાગત હોલ ખાતે રવાપર ચોકડી પાસે કરવા માં આવ્યુ હતું સવારે મોરબી જિલ્લા કલેક્ટર આર જે માકડીયા અને જિલ્લા અધિક કલેક્ટર કેતનભાઈ જોશી અને મોરબી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા , રઘુભાઇ ગડારા , ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, ઉમીયા મેરેજ બ્યુરો મોરબી સમિતિ સહીત મોટી સંખ્યા માં મહાનુભાવો હાજર રહ્યા હતા

જેમાં અમદાવાદ ની રાજસ્થાન હોસ્પિટલ ના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ની અલગ અલગ ટિમ આવી અને સીવીલ હોસ્પીટલની ટીમે સેવા આપી હતી જેમાં હૃદય રોગ , પેટ લીવર આંતરડા ના કેન્સર , નાક , કાન , ગળા ના નિષ્ણાત , હાડકા ના રોગ તથા જોઇન્ય રિપ્લેસમેન્ટ , મગજ કરોડરજૂં અને મણકા , કિડની સબંધિત રોગ , મોઢાના કેન્સર , જનરલ ફીજીશીયન , ર્કાડિયોગ્રામ , ઈસીજી , ડાયાબિટીસ ચેકઅપ , જેવા વિભાગો માં મોરબી ની 900 થી વધુ જનતા એ આ ફ્રી મેગા કેમ્પ નો લાભ લીધો છે જેમા દવા, લેબોરેટરી, ઈસીજી, પણ મફત કરી આપવામાં આવેલ

આ મેગા કેમ્પ નું આયોજન માનવ કલ્યાણ મંડળ મોરબી ના પ્રમુખ ચંદ્રેશ ઓધવિયા તેમજ મોરબી ટીમ અને રાજકોટ થી ચેરમેન મુકેશભાઈ મેરજા , પ્રમુખ ગીતાબેન પટેલ , મહામંત્રી વિભાબેન પટેલ તેમજ રાજકોટ ટીમ એ પુરે પૂરો સહયોગ થી આ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યુ હતું

આગામી દિવસ માં માનવ કલ્યાણ મંડળ દ્વારા મોરબી માં બીજા કેમ્પ , ટ્રેનિંગ સેન્ટર નું ફ્રી માં આયોજન કરવું માં આવશે આ ટ્રસ્ટ માં જોડઈ અને સેવા આપવા માટે મોરબી ના પ્રમુખ ચંદ્રેશ ઓધવિયા નો 9724008666 સંપર્ક કરવા ચેરમેન મુકેશભાઈ મેરજા એ જણાવ્યુ હતું

- text

માનવ કલ્યાણ મંડળ-ગુજરાત દ્વારા રાજકોટ ખાતે નિરાધાર કોઇપણ ઉંમરની નિરાધાર મહિલાઓ માટે સહાય રૂપ બની શકસે, જેમાં સંસ્થા દ્વારા નિરાધાર મહિલાઓને રહેવા, જમવા, કપડા તથા પ્રાથમીક તબીબી સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવશે. તો આવી જરૂરીયાત મંદ મહીલાઓને સંસ્થાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. અને જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. કે આપના ધ્યાનમાં આવી કોઇ જરૂરીયાત મંદ મહીલાઓ હોય્ તો સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી. વધુ માહીતી માટે સંસ્થાની ઓફીસ : માનવ કલ્યાણ મંડળ-ગુજરાત, ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, ગોંધીયા હોસ્પીટલ પાછળ, એકતા પ્રકાશન પાસે, યુનિ.રોડ, રાજકોટ, ફોને નં – ૦૨૮૧ ૨૫૭૧૦૩૦, સંસ્થાનાં ચેરમેન શ્રી મુકેશભાઇ મેરજા ૯૪૨૬૭ ૩૭૨૭૩ કે સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ ૯૪૨૯૧ ૬૬૭૬૬ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુમાં જણાવવાનુકે અમારા આ આધુનીક મહિલા નિરાધાર આશ્રય ખાતે રહેનાર મહિલાઓને તમામ સુવિધા સાથે તેઓને પોતાની આવડત અને રૂચી અનુશાર સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવશે. અને આ રીતે તેઓને સ્વનિર્ભર કરવામાં આવશે.ગુજરાતભરમાં સર્વ પ્રથમ એવા મહિલા ઓટો રીક્ષા સેવા “માનવ કલ્યાણ રથ” મહિલા પીંક ઓટો રીક્ષા સેવા કે જેનુ ગુજરાતમા સર્વ પ્રથમ મુખ્યમંત્રીશ્રીનાં વરદ હસ્તે રાજકોટ અને અમદાવાદ ખાતે ઇનોગ્રેશન કરવામાં આવેલ તેની ભવ્ય સફળતા બાદ આ મહિલા પીંક ઓટો રીક્ષા પ્રોજેક્ટનાં પ્રણેતા સંસ્થા માનવ કલ્યાણ મંડળ – ગુજરાત દ્વારા રાજકોટ અને અન્ય સેંન્ટરોમાં પણ આ વર્ષે વધુ ૩૦૦ ઇલેકટ્રીક પિંક ઓટો મહિલાઓને આપવાની હોઇ તો જે મહિલાઓ આ પીંક રીક્ષા મેળવી રોજગારી મેળવવા માંગતી હોય તે તાત્કાલીક સંસ્થાનો સંપર્ક કરે. સંસ્થા દ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત મહિલા જાગ્રુતી શીબીર પણ યોજવામાં આવે છે. સંસ્થાના ચેરમેનશ્રી મુકેશભાઇ મેરજા, પ્રમુખ શ્રીમતિ ગીતાબેન પટેલ અને મહામંત્રી શ્રીમતિ વિભાબેન પટેલ અને સંસ્થાના 1850 સ્વયંસેવકો દ્વારા આવા સેવા કર્યો પોતાનો જન્મદિવશ ન ઉજવી, ફટાકડા ન ફોડી, પતંગ નાં ઉડાડી અવા ફિજ્યુઅલ બીનજરૂરી ખર્ચ બચાવી તેની બચત થી આવા સેવા કાર્યો સમાજ હીત માં કરવામાં આવે છે. કોઇ આ સેવા કાર્યમાં સહયોગ આપવા માંગતા હોય તો આવકાર્ય છે.

- text