મોરબીના અમરેલી ગામે પાના ટીંચતા ૬ પકડાયા

- text


તાલુકા પોલીસે રોકડ રૂ. ૪૩,૯૦૦ જપ્ત કર્યા

મોરબી : મોરબી તાલુકા પોલીસે અમરેલી ગામે પાના ટીંચતા ૬ શખ્સોને રોકડ રૂ. ૪૩,૯૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના અમરેલું ગામે શક્તિ માના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા વિજય ધીરુ સાંતલપરા, નિલેશ સવજી અગેચણીયા, હિતેશ ભુપત અગેચણિયા, મુકેશ દિનેશ જાટ, યોગેશ શવશી અગેચણિયા અને ગણેશ ધીરુ જંજવાડિયાને તાલુકા પોલીસે રોકડ રૂ. ૪૩,૯૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text