વાંકાનેર તાલુકા પોલીસે બે બાઇકમાંથી દેશી દારૂનો જથ્થો પકડ્યો : ૪ સામે નોંધાતો ગુનો

- text


જુદા જુદા બે બનાવોમાં ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે જામસર ચોકડી પાસે અને ગિરિરાજ હોટલ સામેથી બાઈક પર થતી દેશી દારૂની હેરફેર પકડી પાડી છે. આ કામના ૪ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે જામસર ચોકડી પાસેથી બાઈકમાંથી ૧૦૦ લીટર દારૂ ઝડપી પાડ્યો છે. આ કામનો આરોપી હકા ખીમાં કોળી પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો. તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર બાઉન્ટ્રી પાસે ગિરિરાજ હોટલ સામેથી બાઈક પર લઈ જવામાં આવતો ૫૦ લીટર દેશી દારૂ પકડી પાડ્યો છે. આ કામના આરોપી ગભરુ ભોજભાઈ વિકમા, બાબુ ટપુભાઈ ગિડા અને જેઠુર કાઠી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text