રાત્રિના મોરબી અને વાંકાનેરમાં વધુ અડધો ઇંચ વરસાદ

- text


છેલ્લા 24 કલાકમાં મોરબી, ટંકારા અને હળવદમાં 2 ઇંચ તેમેજ વાંકાનેર,માળિયામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો

મોરબી : મોરબી અને વાંકાનેરમાં રાત્રે વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે આજે પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહેતા મેઘરાજા મન મુકીને વરસી પડે તેવી લોકો મીટ માંડીને બેઠા છે. જયારે છેલ્લા 24 કલાકમાં મોરબી, ટંકારા અને હળવદમાં 2 ઇંચ તેમેજ વાંકાનેર,માળિયામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં શુક્રવારની રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના વરસાદ પર નજર કરીએ તો મોરબીમાં ૧૫ મિમિ, વાંકાનેરમાં ૧૪ મિમિ, ટંકારામાં ૮ મિમિ જ્યારે માળીયા અને હળવદમાં નિલ છે.

- text

મોરબી જિલ્લાનો છેલ્લો ૨૪ કલાકનો વરસાદ જોઈએ તો મોરબીમાં ૪૯ મિમિ, વાંકાનેરમાં ૩૯ મિમિ, હળવદમાં ૪૪ મિમિ, માળીયામાં ૩૬ મિમિ અને ટંકારામાં ૪૬ મિમિ વરસાદ નોંધાયો છે.

- text