મોરબી : રજુઆતની માત્ર કલાકો બાદ જ રોહિદાસપરામા ફૂટ પેટ્રોલિંગ કરતા એસપી

- text


એસપી ડો. કરનરાજ વાઘેલાનો કવીક રીસ્પોન્સ : દારૂડિયાઓનો ત્રાસ હોવાની સવારે રજુઆત મળી અને સાંજે ચાલુ વરસાદે એસપી પોતે ફિલ્ડમાં

મોરબી : મોરબી એસપીને આજે મળેલી રજુઆતનો તેઓએ કવીક રીસ્પોન્સ આપ્યો છે. આજે સવારે રોહિદસપરામાં દારૂડિયાઓના ત્રાસની રાવ મળી હતી. ત્યાં સાંજે એસપી ડો. કરનરાજ વાઘેલા પોતે જ ફિલ્ડ પર ઉતરી ગયા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

મોરબીમા વધતા જતા દારૂના દુષણ અને તેના પરિણામો ભયાનક થઈ રહ્યા છે ત્યારે આજે આ મામલો એસપી કચેરી સુધી પહોંચી ગયો હતો જેથી એસપી ડૉ.કરનરાજ વાઘેલાએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કર્યુ હતુ. વીસીપરા અને રોહીદાસપરા વિસ્તારમા દારૂ વેચનારાઓનો અતિશય ત્રાસ હોવાથી ફુટ પેટ્રોલીંગની શરૂઆત એ જ વિસ્તારોમાંથી બી ડિવીઝન પીઆઈ આર.કે.ઝાલા ,પીએસઆઇ એ.બી.જાડેજા સહીતની ટીમને સાથે રાખી ચેકીંગ હાથ ધર્યુ હતુ . પોલીસના ચેકીંગ દરમિયાન 3 જગ્યાએથી દેશી દારૂ મળી આવ્યો હતો. અને દારૂ પીધેલા પણ પોલીસની ઝપટે ચડી હતા.

- text

આ ઉપરાંત એ ડિવીઝન વિસ્તારના વણકરવાસ કબીર ટેકરી અને કાલિકા પ્લોટ વિસ્તારમા પણ ચેકીંગ હાથ ધર્યું હતુ અને જો આવી કોઈ જગ્યાઓ કે ઘટના સામે આવે તો એસપી ડો.કરનરાજ વાઘેલાએ જીલ્લા એલસીબી , જીલ્લા કંટ્રોલરૂમ ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ અને મોબાઈલ નંબર ૯૯૭૮૪૦૫૯૭૫ ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે અને આવી માહીતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવ્યું છે.

 

- text