સ્ટેટ લેવલની જુડો કરાટેમાં પ્રિત ભીમાણીને ગોલ્ડ : હવે નેશનલમાં ભાગ લેશે

- text


મોરબી : પ્રિત ભીમાણીએ સ્ટેટ લેવલની જુડો કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યુ છે. આગામી દિવસોમાં પ્રિત નેશનલ લેવલની જુડો કરાટે સ્પર્ધામાં ભાગ લેશે.

ધો. ૬માં અભ્યાસ કરતા પ્રિત ચંદ્રેશભાઈ ભીમાણીએ મહીસાગર જિલ્લાના લુનાવાડા ખાતે રાજ્ય કક્ષાની જુડો કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેને ૩૬થી ૪૦ વેઇટની ૨૦૦૭ બોર્નની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. હવે આગામી દિવસોમાં પ્રિત નેશનલ કક્ષાએ જુડો કરાટે રમવા જશે.

- text

 

- text