હળવદના કેદારીયા પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ : લાખો ગેલન પાણીનો વ્યય

- text


આવારા તત્વોએ પાઈપલાઈનમાં કરેલા ભંગાણથી પડયા પર પાટુ જેવી સ્થિતિ : સમારકામ માટે કર્મચારીઓ ઊંધામાથે

હળવદ : હળવદના કેદારીયા નજીક નર્મદાની પાઈપલાઈનનો આવારા તત્વોએ વાલ તોડી નાખતા લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હાલ હળવદ સહિત સમગ્ર મોરબી જિલ્લામાં જળસંકટ તોળાઈ રહ્યું છે. તેવામાં પાણીના આટલા મોટા જથ્થાનો વેડફાટ થયો હોવાથી પડયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

હળવદના કેદારિયા ગામ નજીક ઢાંકીથી ખીરઇ સુધી જતી નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે. જાણવા મળતી વિગત મુજબ કોઈ આવારા તત્વો દ્વારા આ પાઇપલાઇનનો વાલ તોડી નાખવામાં આવ્યો હોવાથી આ ભંગાણ સર્જાયું છે. આ પાઇપલાઇન વડે નર્મદાનું પાણી મોરબી અને કચ્છને પુરૂ પાડવામાં આવે છે. પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાઈપલાઈનની ફરતી બાજુ જાણે પાણીનું તળાવ બની ગયું છે.

- text

પાઇપલાઇનના ભંગાણ અંગેની જાણ થતા સંબધિત વિભાગના કર્મચારીઓ સવારે ૪ વાગ્યાથી કામે લાગી ગયા હતા. તેમ છતાં સમારકામ થઈ શક્યું ન હતું. હાલ આ પાઇપલાઈનને રીપેર કરવા માટે કર્મચારીઓ ઊંધામાથે થયા છે.

 

- text