વાંકાનેર રાજમહેલ માં થયેલ ચોરી ની માહિતી આપનારને પાંચ લાખનું ઇનામ

- text


હાલમાં વાંકાનેર રાજમહેલમાંથી કીંમતી, અલભ્ય વસ્તુઓની ચોરીની ફરિયાદ યુવરાજ કેસરીદેવસિંહજી દ્વારા નોંધવામાં આવેલ.

જેના અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ, મોરબી જિલ્લા એલ. સી. બી., એસ. ઓ. જી., ડોગ સ્વોડ અને ફોરેન્સિક લેબોરેટરી દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવેલ અને ડીવાયએસપી અને એસપી દ્વારા પણ સ્થળ વિઝીટ કરવામાં આવેલ. આજે આ બનાવને ત્રણ ચાર દિવસ બાદ પણ આ ચોરના કોઈ સગડ ન મળતા વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી દ્વારા જો કોઈ વ્યક્તિ આ ચોરી બાબતે સચોટ માહિતી આપે તો તેમને રૂપિયા પાંચ લાખના ઇનામ ની ઘોષણા કરવામાં આવી છે સાથોસાથ બાતમી આપનાર નું નામ ગુપ્ત રાખવામાં આવશે.

- text

આ ઉપરાંત યુવરાજના વિશેષ નિવેદનમાં અગાઉ આપેલ ફરિયાદ બાદ રાજમહેલમાં તપાસ કરતા અન્ય વસ્તુઓ જેમકે ચાંદી નું પક્ષી અને વાંકાનેર સ્ટેટ ને મળેલ ચાંદીના સીલ્ડ જેનુ વજન આશરે 3 કિલો હોવાનું જણાવતા ચોરી ની રકમ અંદાજીત રૂપિયા ૩૪ લાખ જેવી થવા જાય છે.

આમ જો કોઈ વ્યક્તિને આ ચોરી બાબતે કોઈ માહિતી આપી હોય તો વાંકાનેર સીટી પી. આઈ. બી.ટી. વાઢીયા મો. 9727702600 એલસીબી પીએસઆઇ આર.ટી. વ્યાસ મો. 9727777755 મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ નંબર 02822243478 પર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.

- text