મોરબીની પીજી પટેલ કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ

- text


૬૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લઈને અવનવી ડિઝાઈનની મહેંદી મૂકી

મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીનીઓની આંતરિક શક્તિ અને ટેલેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુ થી યોજાયેલ આ સ્પર્ધામાં કોલેજની ૬૦ થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિદ્યાર્થીનીઓ અલગ અલગ ડિઝાઈન અને કલાકૃતિ વાળી મહેંદીઓ મૂકી હતી. આ તબક્કે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રંગવાલા ફાતેમાં, બીજા ક્રમે કંઝારીયા પાયલ અને ત્રીજા ક્રમે પાટડીયા દિવ્યા અને મણીયાર ઇસીતા રહ્યા હતા.

- text

વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને તમામ કોલેજ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે આયમબેન ડાયમંડવાલાએ સ્થાન શોભવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જસમીનબેન એદાણી તથા પૂજાબેન કાસુન્દ્રાએ જહેમત ઉઠાવી હતી.

- text