મોરબીના રફાળેશ્વર ગામેથી જુગાર રમતા ૩ ઝડપાયા

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ પાસે જુગાર રમતા ૩ શખ્સોને પોલીસે રૂ. ૫૬૦૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વર ગામે ગૌશાળા મહાજન પાસે બાવળની નીચે જુગાર રમતા ગિરધનભાઈ ઉર્ફે ગિધાભાઈ ખીમજીભાઈ વાઘેલા, શામજીભાઇ ઓધ્યાભાઈ ખરાળી, ગુલસિંહ ઓધ્યાભાઈ ખરાળીને પોલીસે રૂ. ૫૬૦૦ની રોકડ સાથે પકડી પાડ્યા છે.

મોરબી તાલુકા પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text