મોરબીમાં ૧૦ વર્ષની બાળકીને શખ્સે લાકડીથી માર માર્યો

- text


મોરબી : મોરબીના કંડલા બાયપાસ નજીક વાડામાં ૧૦ વર્ષની બાળકીને લાકડીથી માર મારી ઈજા પહોંચાડી હોય જે મામલે બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના કંડલા બાયપાસ નજીક ગાયત્રી આશ્રમ પાછળ વાડીમાં રહેતા હંસાબેન સવજીભાઈ થરેશાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી સરોજ (ઊવ ૧૦) આરોપી ભરત કમાભાઈ ભરવાડ રહે. મોરબી કુબેરનગર પાછળ વાવડી રોડ વાળાના વાડા પાસેથી નીકળતી હોય ત્યારે આરોપીને વાડામાં પડેલી શેરડી લેવા જતી હોય તેમ માનીને ૧૦ વર્ષની સરોજને લાકડીથી ફટકારી માર મારતા ઈજા પહોંચી છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

- text

- text