મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લા શિક્ષણઅધિકારી કચેરી પર હલ્લાબોલ

- text


ફી રેગ્યલેશન એક્ટનાં કાયદાના અમલમાં લાલીયાવાડી મુદ્દે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વિરુધ્ધ માં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા

મોરબી : મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લા શિક્ષણઅધિકારી કચેરી ખાતે ૧૧:૩૦ કલાકે હલ્લા બોલ કરી ગુજરાત સરકાર નાં શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વિરુધ્ધ માં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

- text

જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જીલ્લા શિક્ષણઅધિકારીને સવાલો પૂછવામાં આવ્યા હતા જેમાં FRC (ફી રેગ્યલેશન એક્ટ) નાં કાયદા માં જે સ્કુલ નું રજીસ્ટ્રેશન કરવામાં આવવું જોઈએ એમાં ઘણીં સકુલો એ રજીસ્ટ્રેશન નથી કરાવ્યુ અને DEO કચેરી મારફતે નોટીસ આપવામાં આવી હોવા છતા પણ હજુ સુધી નોંધણી કરવામાં નથી. તો શું આવી સ્કુલો માં ભાજપા નાં આગેવાનો ભાગીદાર છે…? આવા સામાન્ય પરિવાર નાં વિર્ધાથીઓ ને ખુબ તકલીફો નો સામનો કરવો પડતો હોય યુવા કોંગ્રેસ ની ટીમ NSUI સહિતના ઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને આગામી દિવસો માં મોરબી જીલ્લા નાં વિર્ધાથીઓ કે વાલીઓ દ્વારા અમારો સંપર્ક સાધવામાં આવશે તો યુવા કોંગ્રેસની ટીમ તેમની સાથે છે અને ઊગ્ર આંદોલન પણ ચલાવશે. ત્યારે આ કાર્યક્રમ માં જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા યુવા કોંગ્રેસ ઈનચાર્જ અમીતભાઈ પટેલ NSUI ના રુતુરાજભાઈ યુવા કોંગ્રેસ ટંકારા પ્રમુખ પરેશભાઈ પટેલ મોરબીનાં નિતીનભાઈ નાયકપરા જીલ્લા પંચાયત નાં પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા મનિષ રાંકજા વાંકાનેર થી આબીદભાઈ ગઢવારા તથા પ્રશાંતભાઈ આહિર સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

 

 

- text