થેલેસેમિયાગ્રસ્ત હળવદના ‘ખુશ’ ની જિંદગી ખુશખુશાલ બનાવવા દાનની અપીલ

- text


૧૦ લાખ રૂપિયાના ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપવા દાતાઓનો સહયોગ માંગતા ખુશના પરિવારજનો

હળવદ : હળવદમાં રહેતા માસુમ એવા ખુશ ચંદ્રકાંતભાઈ પંડ્યા નામના બાળકને થેલેસેમિયા મેજરની બીમારી થતા મધ્યમવર્ગીય પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે આવી મુશ્કેલીની ઘડીમાં ખમીરવંતા ગુજરાતના મોરબી જિલ્લાના દાતાઓ આગળ આવી ખુશના જીવનને ફરી ખુશખુશાલ બનાવવા ઉદાર હાથે દાન આપવા ટહેલ નાખવામાં આવી છે.

હળવદના ગિરનારીનગરમાં રહેતા પરિવાર ઉપર અણધારી આફત ઉતરી આવી છે, ચંદ્રકાન્તભાઈ પંડ્યાના વહાલસોયા ખુશને થેલેસેમિયા મેજરની ગંભીર બીમારી લાગુ પડતા હાલ પંડ્યા પરિવાર ખુશની જિંદગી બચાવવા દરમહીને ૧૦ હજારનો ખર્ચ કરે છે પરંતુ ખુશને આ બીમારીમાંથી કાયમી બચાવી શકાય તેમ છે જેના માટે ૩૦ લાખનો ખર્ચ થાય તેમ છે જે સાધારણ પંડ્યા પરિવાર ઉપાડી શકે તેમ નથી, જો કે સરકારશ્રીની યીજના હેઠળ ખુશના ઓપરેશન માટે ૨૦ લાખની સહાય મળી શકે છે પરંતુ બાકીના ૧૦ લાખ રૂપિયા પંડ્યા પરિવારને ખર્ચવા પડે જે ખૂબ જ મુશ્કેલ છે.

પરંતુ ખમીરવંતા મોરબી જિલ્લાના અને હળવદ પંથકના દાતાઓ જો આગળ આવે અને ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે દાન રૂપી હેત ખુશના નવજીવન માટે વરસાવે તો ખુશ ફરી ખુશખુશાલ બની આનંદથી જિંદગી વિતાવી શકે તેમ છે.

- text

આથી મોરબી સહિત રાજ્યભરના દાતાઓને ખુશના પિતા ચંદ્રકાંતભાઈ પંડ્યા દ્વારા ભણવામાં ખૂબ જ હોશિયાર એવા પંડ્યા પરિવારના કુલદીપક ખુશના નવજીવન માટે ઉદારહાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે દાન આપવા ઇચ્છુક દાતાઓ ચંદ્રકાંતભાઈ પંડ્યાના એસબીઆઇ માલણીયાદ બેન્કના એકાઉન્ટ નંબર – ૫૬૩૧૦૦૧૫૦૫૬, જેના આઈએફસીઆઈ કોડ નંબર – SBIN૦૦૬૦૩૧૦ માં દાન આપવું અથવા ચંદ્રકાંતભાઈ પંડ્યાના મોબાઈલ નંબર ૯૮૭૯૩૭૭૦૪૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

ખુશ પંડ્યા ના શારીરિક સારવારના લાભાર્થે યોજાશે ભવ્ય લોકડાયરો
ખુશ પંડ્યા નામના બાળકને થેલેસેમિયા મેજરની બીમારી થતા તેના સારવારના ખર્ચ ને પહોંચી વળવા સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા તા.૬ ને શુક્રવાર ના રોજ ભવ્ય લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું છે જેમા એકપણ રૂપિયા નો ચાર્જ લીધા વગર ફરીદાબેન મીર,જયમંતભાઈ દવે,હકાભા ગઢવી,ભરતદાન ગઢવી સહીતના કલાકારો ડાયરાની રમઝટ બોલાવી ખુશ પંડયા ની સારવાર ને પહોંચી વળવા ફાળો એકત્રિત કરાસે જયા આ લોકડાયરામા પાટડીથી ભાવેશ બાપુ, કથાકાર લંકેશ બાપુ સહીતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે તેમજ આ સમગ્ર કાર્યક્રમ નુ લાઈવ પ્રસારણ GTPL ચેનલ પર કરવામાં આવશે લોકડાયરાનુ ભવ્ય આયોજન સહેરના સરસ્વતી શીશુંદીર ખાતે કરવામાં આવ્યું છે

- text