મોરબીમાં અજાણ્યુ બાળક મળી આવતા પોલીસ ધંધે લાગી

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આજે એક પાંચથી છ વર્ષનું અજાણ્યુ બાળક મળી આવતા બાળકના વાલીવારસોને શોધવા બી ડીવીઝન પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા.

જાણવા મળ્યા મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગ નજીકથી એક અજાણ્યો બાળક મળી આવતા રીક્ષા ચાલકે બાળકને બી ડીવીઝન પોલીસને સોંપ્યો હતો. બાદ પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારમાં અને બજારમાં તેમના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

જો કે, બાળક પોતાનું નામ કે પરિવાર અંગે સ્પષ્ટ માહિતી આપી શકતું ના હોય પોલીસ ધંધે લાગી છે. જો આ બાળક અંગે કોઈને જાણકારી કે માહિતી હોય તો બી ડીવીઝન પોલીસ સ્ટેશન ૦૨૮૨૨ ૨૪૨૬૫૧ પર સંપર્ક કરવા બી ડિવિઝન પોલીસ મથકની યાદીમાં જણાવાયું છે.