અેલિટ ઈન્ટરનેશનલ સ્કુલના શૈલેષભાઈ ક્લોલાનો આજે જન્મદિવસ

- text


ટંકારા : વિકલાંગ હોવા છતાં સતત કાર્યરત રહેતા અને અલગ અંદાજમાં શિક્ષણની સુવાસ ફેલાવનાર એલિટ સ્કૂલના સંસ્થાપક શૈલેષભાઇ ક્લોલાનો આજે જન્મ દિવસ છે.

ટંકારા તાલુકાના હડમતિયા ગામે રહેતા મુળ વાંકાનેરના જાલીડા ગામના વતની ખેડૂતપુત્ર શૈલેષભાઈ કલોલા પોતે વિકલાંગ હોવા છતા હિમત હાર્યા વિના અેકજ ધ્યેય પર અડગ રહી સ્વપ્નને કેમ સાર્થક કરવું ?

૨૦૦૧ માં બિઝનેશ અેડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડીગ્રી મેળવવાના સ્વપ્નમા રાચતા શૈલેષ કલોલા રીડીંગ ટાઈમમાં પોતાના ઘેર હડમતિયા આવ્યા હતા. સ્વપ્ન હતું મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધવાનું

૨૬ જાન્યઆરી ૨૦૦૧ ગુજરાત પ્રજાસતાક દિનની ઉજવણીમાં રત હતું ત્યારે “ભુકંપ”ના કુદરતી પ્રકોપે સમગ્ર ગુજરાતના માનવીના હૈયામાં ઘણા પરિવર્તનો સર્જી રહ્યો હતો આવી વિકટ પરિસ્થિતમાં શૈલેષભાઈઅે ઘરની આજુબાજુમા રહેતા બાળકોને આ સમયમાં હોમવર્ક કરાવતા
તે સમયે બાળકના માતાપિતા પાસેથી અેક આવાજ સાંભળવા મળ્યો કે “મારા બાળકમાં ઘણું પરિવર્તન આવ્યું બાળક અમારુ નહી પણ તમારુ માને છે”

- text

આવા ભુકંપ જેવા આવાજે શૈલેષ કલોલાના જીવનમાં ભુકંપ સર્જી દીધો અને ૨૦૦૧ માં તેઓએ “અેલિટ કલાસિસ” કે.જી.થી ઘોરણ -૭ ના ટયુશન કલાસિસ શરુ કર્યા અને અેકજ ધ્યેય “શીખવું અને શિખવાડવું” ત્યારબાદ ૨૦૦૨ માં ૮,૯,૧૦ ના ટયુશન કર્યા બાદ ૨૦૦૩ માં સુપર માર્કેટ શેરી નં-૧ માં નાની અેવી જગ્યામા “અેલિટ સ્ટડી પોઈન્ટ” શરુઆત કરી.

જોત જોતામા વિક્રમજનક પરિણામો આપતા શિક્ષણ જગતમાં પોતાની સુવાસ ચોતરફ ફેલાઈ અને શૈલેષભાઈ કલોલા અેક અેવી સ્કુલ બનાવવા નક્કી કર્યું કે જે જ્ઞાન માત્ર માર્કશીટનો વિષય ન બની યુવાઅોની શક્તિનો સ્ત્રોત્ર બને અંતે તેમને લજાઈ ચોકડીથી ૪ કિ.મી. વાંકાનેર જતા રસ્તા પર ૨૭ વિઘાના વિશાળક્ષેત્રમાં શાંત અને રમણીય વાતાવરણમાં જુન ૨૦૧૪ માં “અેલીટ ઈન્ટરનેશનલ” નામનું જ્ઞાન ઉપવન બનાવીને સ્વપ્ન સાકાર કર્યું, આજના દિવસે શૈલેષભાઈ કલોલા પર તેના જન્મદિવસ નિમિતે શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

- text