ખનીજ ચોરી : ટીકર ગામેથી બે ડમ્પર સહિત ૪૦ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝબ્બે

- text


હળવદ તાલુકામાં વધતી જતી ખનીજ ચોરીને અંકુશ લાવવા માટે હળવદ પોલીસ અવારનવાર ખનીજ ચોરી પકડી રેત માફિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. ત્યારે ટીકર ગામથી હળવદ પોલીસે  બે  ડમ્પરો ગેરકાયદેસર રેતી ભરેલા બે ડમ્પરમા ૭૯ ટન રેતી સહીત ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે શખ્સની અટકાયત કરીને હળવદ પોલીસે કાયેદસરની કાર્યવાહી કરી હતી.

હળવદ તાલુકામાં પોલીસ અને ખાણખનીજ વિભાગથી છાનાછપલે ભૂમાફિયાઓ બેરોકટોક ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી તગડી રકમ કમાતા હોય છે જેમાં ટીકર ગામ રેત માફિયાઓ માટે એપી સેન્ટર ગણવામાં આવે છે. ત્યારે આ રેત માફિયાઓ સરકારી તિજોરીને નુકશાન પહોચાડી તગડી રકમ કમાઈ માલામાલ બની જાય છે ત્યારે હળવદ પોલીસ  સ્ટેશનના પીઆઈ એમ.આર સોલંકી ભાવેશભાઈ મિયાત્રા , પંકજભાઈ ગઢવી, વનરાજભાઈ બાબરીયા અને ડી સ્ટાફ દ્વારા ટીકર ગામની ચોકડી હાઈવે રોડપરથી પસાર થતી ગેરકાયદેસર પાસ પરમીટ રોયલ્ટી  વિનાની ૭૯ ટન રેતી ભરેલા બે ડમ્પરો ઝડપી પાડીને રૂપિયા ૪૦ લાખનો મુદામાલ જપ્ત કરીને ડમ્પર ચાલક માળીયા તાલુકાના માણાબા ગામના પ્રવિણ પાંચા પીપળીયા અને ધ્રાંગધા તાલુકાના કોપરણી ગામના ઘનશ્યામ ઠાકરશી ઝીઝુંવાડીયા સહીતના બે  શખ્સો અટક કરીને હળવદ પોલીસે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

 

- text