હળવદમાંથી ચોરી થયેલ આઈસર રાજસ્થાનથી પકડાયું

- text


ચોરી કરનાર શખ્સ અમદાવાદથી ઝડપાતા આઈસર રાજસ્થાન વેંચી મારી હોવાની આપી કબુલાત

હળવદ : ત્રણ માસ અગાઉ શહેરના ભવાનીનગર પાસેથી આઈસર ગાડી ચોરાઈ હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે તપાસમાં હળવદ પોલીસ દ્વારા ગાડીની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડેલ હોય જેથી ચોરાઉ ગાડી રાજસ્થાન હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારે હળવદ પોલીસ દ્વારા આઈસર ગાડી કિં.રૂ. ૭ લાખ રાજસ્થાનથી ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧૯/૪/૧૮ના રોજ હળવદ પોલીસ મથકે  આઈસર નં. જી.જે.૧૩-એટી. ૬૩ર૮ કિં.રૂ. ૭ લાખની શહેરના ભવાનીનગરમાંથી કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાની ચન્દ્રકાંતભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા ૧પ દિવસ પૂર્વે વાહન ચોરી કરનાર શખ્સ સંતોષ દતાત્રેય માનેસને હળવદ પોલીસે અમદાવાદના અડાલજ પાસેથી દબોચી લીધો હતો. જેની પુછપરછ કરાતા આઈસર ગાડી રાજસ્થાન વહેંચી મારી હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી હળવદ પોલીસના તેજશભાઈ પટેલ, દેવેન્દ્રસિંહ, પંકજભાઈ ગઢવી, ભાવેશ મિયાત્રા સહિતનાઓએ રાજસ્થાનના પાલી જિલ્લામાંથી આઈસર ગાડીને ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text