હળવદ : બુટલેગરોના હાટડે પાણીના ટેન્કર ઠાલવી કરાય છે રોકડી !!

- text


હળવદ : હળવદ શહેરના વોર્ડ નં.૭ના ભવાનીનગરમાં હાલ પાણી તંગી વર્તાઈ રહી છે જેથી પાલીકા દ્વારા ટેન્કરો મારફત પાણી પહોંચાડવામાં આવતું હોવાની ગુલબાંગો ફુંકાઈ રહી છે. ત્યારે પાણીના ટેન્કર ચાલકો ગરીબ પરિવારજનોના ઘરે પહોંચાડવાના બદલે બુટલેગરોના હાટડે પાણી પહોંચાડી રોકડી કરતા હોવાનું પાલીકા સદસ્યએ ઘટસ્ફોટ કર્યો છે.

શહેરના જુદાજુદા વિસ્તારોમાં પાણીની સમસ્યાઓને ધ્યાને લઈ હળવદ નગરપાલીકા દ્વારા ટેન્કરો મારફત પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ ભવાનીનગર વોર્ડ નં.૭માં પાણીના ટેન્કર ચાલક બુટલેગરના હાટડે પાણીનો ટેન્કર ઠાલવી રોકડી કરતા હોવાનું વોર્ડ નં.૭ના પાલીકા સદસ્ય વાસુદેવભાઈ પટેલને ધ્યાને આવતા સમગ્ર બનાવનો પર્દાફાશ થયો હતો. અને આ બાબતે પાલીકાના બાંધકામ સમિતિના ચેરમેન સતીશભાઈ પટેલને સ્થળ તપાસ માટે જાણ કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને ટેન્કર ચાલકને ખખડાવી જરૂરી સુચનાઓ આપી હતી.

- text

પાલીકાના સંપ પર ખાનગી ટેન્કર ચાલકો દ્વારા થતી પાણીની ચોરી : વાસુદેવભાઈ પટેલ
આ અંગે હળવદ નગરપાલીકા સદસ્ય વાસુદેવભાઈ પટેલએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં એકબાજુ પાણીની ભારે સમસ્યા છે ત્યારે પાલીકાના સંપ પર ખાનગી ટેન્કર ચાલકો બેફામપણે પાણી ચોરી કરી રહ્યા છે. તો બીજી બાજુ ભવાનીનગરમાં ટેન્કર ચાલકો બુટલેગરોને હાટડે પાણી ઠાલવી રોકડી કરી રહ્યા છે. જે બાબતની રજુઆત પાલીકા તંત્રને કરવામાં આવી છે.

 

- text