ડોક્ટર્સ ડે : પપ વર્ષથી સતત હળવદની જનતા સેવામાં તત્પર રહેતા તબીબ એસ.કે.દવે

- text


૧૯૬૦માં હળવદની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપ્યા બાદ સતત પપ વર્ષ કલીનીકમાં દર્દીઓને આપી નજીવા દરે દવા

હળવદ : મોંઘીદાટ સારવારના કારણે મોટાભાગે લોકો કહેતા હોય છે કે, ભગવાન કદી કોઈને દવાખાનું ન બતાવે ! પરંતુ તબીબી જગતમાં પણ મુઠી ઉંચેરા ડોકટર મોજુદ હોવાનું ઉદાહરણ હળવદ શહેરમાં ખાનગી દવાખાનું ચલાવતા ડો.એસ.કે.દવે જાવા મળે છે. આજે ડોકટર દિવસે છે ત્યારે આપણ વાત કરીએ હળવદના ડો.એસ.કે.દવેની.

મૂળ મોરબીના વતની અને હાલ હળવદમાં સ્થાયી થયેલા ડો.એસ.કે. દવે બોમ્બે યુનિવર્સિટી સુરતમાં ઓ.એચ. માજડમાંથી ગ્રેજયુએટ ઓફ ફેકલ્ટી એલોપેથી મેડીસીન (જીએફએમએમ)નો અભ્યાસ પૂર્ણ કરી હળવદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૯૬૦માં ફરજ બજાવી. બાદમાં ૧૯૬૩માં ડો.એસ.કે.દવેએ પોતાનું કલીનીક શરૂ કરી માત્ર નજીવા દરે દર્દીઓને સારવાર આપે છે.

એટલું જ નહીં હળવદના દર્દીઓની સેવાના ધ્યયને જીવનમંત્ર બનાવી સતત ર૪ કલાક સુધી તબીબી સેવા ચાલુ રાખતા ડો.એસ.કે. દવે સારી એવી નામના ધરાવે છે. તદ્‌ઉપરાંત ૮૪ વર્ષની આયુષ્ય ધરાવતા ડો.એસ.કે. દવે આજે પણ દર્દીઓ બિમારી માટે રાત્રે દરવાજા ખટખટાવે ત્યારે આ તબીબ સેવામાં હંમેશા તત્પર રહે છે.

- text

જાકે આજના મોંઘાદાટ જમાનામાં પણ લોકો આ તબીબ પાસે નજીવા દરે દવા મેળવી રહ્યા છે આમ સતત પપ વર્ષથી સેવા આપતા ડો.એસ.કે.દવે દર્દીઓમાં સુવાસ મહેકાવી છે અને સમગ્ર હળવદ તાલુકાના લોકો તેમની પાસે આજે પણ નાનામાં નાની બિમારીની પીડા લઈને આવતા હોય છે. વધુમાં ડો.એસ.કે. દવેએ જણાવ્યું હતું કે, માત્ર નજીવા દરે તમામ લોકોની સેવા કરવાનો અનોખો લ્હાવો મળે છે અને વધુમાં ઉમેર્યું હતું કે, ૮૪ વર્ષની ઉંમરે હું આજે તંદુરસ્ત છું એનું કારણ માત્ર વ્યસન મુકત રહેવું એ શરીર માટે અતિ આવશ્યકરૂપ છે.

 

- text