હળવદ હાઇવે લોહિયાળ : કાર – ડમ્પર વચ્ચે અકસ્માતમાં ત્રણ આશાસ્પદ યુવાનોના મોત

- text


હળવદ હાઇવે પર રણજિતગઢ નજીક ગમખ્વાર અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો

હળવદ : માળિયા હાઈવે પર મોડી રાત્રીના કચ્છના રાપર તરફથી આવતી કારને રણજીતગઢના પાટીયા નજીક ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતના બનાવમાં કચ્છ જિલ્લાના બે યુવાનો સહિત ત્રણના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે ૩ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ- માળિયા પર રણજીતગઢના પાટીયા નજીક કંસારી હનુમાનજી મંદિર પાસે મોડી રાત્રીના ર વાગ્યાના અરસામાં કચ્છ તરફથી આવતી કાર એમ.એચ.૦૧-એ.એચ.૮૪પ૦ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા કારનો બુકડો બોલી ગયો હતો. જેમાં સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. જયારે ત્રણ યુવાનોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદની સરકારી હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હળવદ પી.આઈ. એમ.આર. સોલંકી, પીએસઆઈ પી.જી.પનારા, મનુભાઈ આહિર, અરજણભાઈ ભરવાડ સહિતના ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફિક હળવો કરાવી મૃતકોને પીએમ માટે હળવદ સરકારી હોÂસ્પટલ ખાતે ખસેડી પરિવારજનોને જાણ કરી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text

જયારે આ ગમખ્વાર અકસ્માતના બનાવમાં પ્રકાશ કરશન અનાવડીયા (ઉ.વ.ર૧) રહે. રાપર (કચ્છ), પરેશ બાબુ ભામડીયા (ઉ.વ.ર૧), ગામ – ફતેહગઢ, (તા.રાપર), ભાવેશ માવજી ચૌધરી (ઉ.વ.રર) રહે. પીપરાડા (તા.સાંતલપુર)ના મોત નિપજયા હતા. જયારે કલ્પેશ ભીમજી ગોઠી (ઉ.વ.ર૧) રહે.સઈ (તા.રાપર), શૈલેશ દેવરાજ બારોડીયા (ઉ.વ.રર) રહે.બાદરગઢ, જય મોહનભાઈ સીરીયા (ઉ.વ.ર૦) રહે. રાપરને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મુંબઈ પાર્સીંગની કારમાં સવાર યુવાનો રાપરથી મુંબઈ ધંધાર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન હળવદ નજીક આ અકસ્માત સર્જાતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માતના બનાવની જાણ પરિવારજનોને થતા તેઓ હળવદ દોડી આવ્યા હતા.

- text