મોરબી જિલ્લા પંચાયતમાં પક્ષ વિરુદ્ધ મતદાન કરનાર ૧૬ સભ્યોને પ્રદેશ કોંગ્રેસની નોટિસ

- text


પક્ષ વિરુદ્ધ મતદાન કરવા બદલ કોંગ્રેસે દ્વારા નોટિસ ફટકારી જવાબ મંગાયો : સ્થાનિક સંગઠન મનમાની કરતુ હોવાનો બાગી સદસ્યોનો આક્ષેપ

મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં પક્ષ વ્હીપ ન સ્વીકારીને કિશોર ચીખલીયાને મતદાન કરી પક્ષની વિરુદ્ધ જનાર ૧૬ કોંગી સદસ્યોને પ્રદેશ કોંગ્રેસ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હોવાની વિગતો મળી છે.

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષે મુકેશ ગામીને મેન્ડેટ આપ્યુ હતું. અને પક્ષ દ્વારા વ્હીપ આપવામાં આવ્યો હતો જોકે કોંગ્રેસના ૧૬ સદસ્યોએ વ્હીપ સ્વીકારવા ઇનકાર કર્યો હતો અને પક્ષના આદેશનો ઉલાળિયો કરીને કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાને મતદાન કરી બહુમતી સાથે કિશોર ચીખલીયા જીલ્લા પંચાયત પ્રમુખ બન્યા હતા

ત્યારે પક્ષથી વિપરીત મતદાન કરનાર ૧૬ બાગી સદસ્યોને પ્રદેશ કોંગ્રેસ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે બાગી સદસ્યોને પ્રદેશ કોંગ્રેસે કારણદર્શક નોટીસ ફટકારી છે જે નોટીસનો સદસ્યો જવાબ આપ્યા બાદ પક્ષ આગળની કાર્યવાહી કરશે તો અગાઉથી ધારણા મુજબ બાગી સભ્યોએ પક્ષના આદેશની એસીતેસી કરીને પોતાની મનમાની ચલાવી હતી તો બાગી સદસ્યોએ સ્થાનિક સંગઠન મનમાની કરતુ હોવાના પણ આક્ષેપ કરી રહ્યા છે.

- text

મોરબી જીલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું છે કે સ્થાનિક કોંગ્રેસનું સંગઠન અને તેના આગેવાનો પોતાની મનમાની ચલાવે છે જેને ક્યારેય જીલ્લા પંચાયતના સદસ્યોને સાથે રાખ્યા નથી તેમજ ક્યારેય તેમનો અભિપ્રાય જાણવાની તસ્દી લેવામાં આવી નથી તો આવી કોઈ નોટીસ હજુ સુધી મળી ના હોવાનું પણ જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતના સદસ્યો સોનલબેન જી.જાકાસણીયા ,પ્રભુભાઈ મશરૂભાઈ ઝીઝુવાડીયા , નિર્મલાબેન ભીખુભાઈ મઠીયા, અમુભાઈ રાણાભાઇ હુબલ, શારદાબેન રાજુભાઈ માલકિયા, મનીષાબેન એમ સરાવડીયા, ધર્મેન્દ્ર જસમતભાઈ પટેલ, હીનાબેન એચ ચાડમિયા , જમાનબેન એન. મેઘાણી, ગીતાબેન જગદીશભાઈ દુબરિયા ,કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા , મહેશભાઈ પ્રેમજીભાઈ રાજકોટિયા, હરદેવસિંહ દીલ્વાર્સિંહ જાડેજા , કુલસુમ્બેન અકબર બાદી , ગુલામ અમી પરાસરા અને પીન્કુબને રાજેશભાઈ ચૌહાણને નોટિસ ફટકારવામાં આવી છે.

- text