મોરબી : માણેકવાડા ગામનો જૈમીન ધાનજા ધો.૧૦માં બોર્ડ સેકન્ડ

- text


જ્વલંત પરિણામ બદલ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ તરફથી વગર ફિએ અભ્યાસ કરવાનું આમંત્રણ

મોરબી : મૂળ માણેકવાડા ગામના અને હાલ હડમતીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા પતિ , પત્નીના સંતાને સમગ્ર ધો.૧૦ની પરીક્ષામાં બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. બોર્ડની પરીક્ષામાં જ્વલંત પરિણામ મેળવતા આ છાત્રને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલસ તરફથી વગર ફિએ અભ્યાસ કરવાના આમંત્રણ મળી રહ્યા છે.

મોરબી જીલ્લાના માણેકવાડા ગામના વતની અને હાલ હડમતિયા ગામની પ્રાથમિકશાળામા બંને પતિ-પત્ની શિક્ષકની નોકરી કરતા ધાનજા નરેન્દ્રભાઈ તેમજ ધાનજા નિર્મળાબેનના અેકના અેક પુત્ર ધાનજા જૈમિન નરેન્દ્રભાઈ નલંદા વિધાલયમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં જ લેવાયેલી ગુજરાત SSC બોર્ડની પરીક્ષામા સમગ્ર ગુજરાતમાં ૨ ક્રમે અને મોરબી જીલ્લામા ૨ ક્રમે આવી ૫૭૯ માર્ક ૯૯.૯૮PR (૯૬.૫૦%) A-1 ગ્રેડ હાંસલ કર્યો છે.

- text

જૈમીને મોરબી તેમજ ગુજરાતમાં અવ્વલ નંબર લઈ આવી નાલંદા વિધાલય અને માણેકવાડા ગામનું તેમજ ધાનજા પરિવારનું નામ રોશન કરતા ચોતરફથી મિત્રો, સગા-સ્નેહીજનો તરફથી અભિનંદનવર્ષા થઈ રહી છે તેમજ સેલ્ફ ફાઈનાન્શ સ્કુલોની હરિફાઈઅોની દોટથી વગર ફી અે જૈમિનને આગળ અભ્યાસ કરવાની પણ ઘંટડીઅો વાગી રહી છે.

- text