મોરબી : ગ્રામીણ ડાક સેવકોની હડતાલ આઠમા દિવસમા પ્રવેશી

- text


દેશના સવાત્રણ લાખ ડાક સેવકો સાતમા પગારપંચની માંગ સાથે લડતમાં અડીખમ

મોરબી : સાતમા પગાર પંચની માંગ સહિત જુદા – જુદા ૩૫ મુદ્દે અચોક્કસ હડતાલ પર ઉતરી ગયેલા ગ્રામીણ ડાક સેવકોની હડતાલ આઠમાં દિવસમાં પ્રવેશવા છતાં સરકાર દ્વારા ગંભીરતાથી પ્રશ્ન ન ઉકેલવામાં આવતા આવતા દિવસોમાં આ હડતાલ વધુ ઉગ્ર બનશે.

પ્રાપ્ત વિગતો મુજબ જીડીએસ કમૅચારી ના હડતાલના આઠમા દિવસે જેતપર મચ્છુ એસ.ઓ. નીચે આવતા તમામ જીડીએસ કમૅચારીઓ એ પોતાના સાતમા પગારપંચનો લાભ ન મળતા પોતાની હડતાળ ચાલુ રાખી અને જેના વિરોધમાં સુત્રોચાર તથા ધરણા કરવામાં આવી રહ્યા છે.

- text

વધુમાં ગ્રામીણ ડાક સેવકોનીઆ લડત અંગે એનએફપીઈ જીડીએસ યુનિયન સંગઠન મોરબી જીલ્લા ડીવીઝનલ રાજકોટના પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર માંગ પુરી નહીં કરે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રાખશુ.

કેન્દ્ર સરકાર પાસે ગ્રામીણ ડાક સેવકોના ૩૫ મુદ્દા નાં પ્રશ્નો પડતર છે ત્યારે દેશના પોસ્ટ વિભાગના ત્રણ લાખ પચાસ હજાર કર્મચારીઓની વ્યાજબી માંગને લઈ ચાલતા આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવનાર હોવાનું કર્મચારી દ્વારા એકતા પૂર્વક જણાવ્યું હતું.

- text