મોરબીમાં ધાક ધમકી આપી સગીરા પર દુષ્કર્મ

- text


જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરાને વાસનાનો શિકાર બનાવતા શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતી સગીરાને ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના વાવડી રોડ વિસ્તારની રહેવાસી સગીરાને ધમકીઓ આપીને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યુ કે આરોપી પ્રકાશ પીન્ટુ મીરાણી રહે. મોરબી વાળો શખ્શ ૧૭ વર્ષની સગીરા સાથે બળજબરી કરીને તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હતો. એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ એ ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરી ચલાવી રહ્યા છે

- text